બેડ કોલેસ્ટ્રોલથી છો પરેશાન? કિચનમાં રહેલો આ મસાલો કરશે નસોની સફાઈ

લાઇફસ્ટાઇલ

આજકાલ ખરાબ ખાનપાન અને જીવનશૈલીને કારણે ઘણી ગંભીર બીમારીનો ખતરો વધી ગયો છે. તેમાં હાઈ કોલેસ્ટ્રોલ એક મુખ્ય સમસ્યા છે, જે હાર્ટના રોગોનું જોખમ વધારે છે.

કોલેસ્ટ્રોલના પ્રકાર

કોલેસ્ટ્રોલ બે પ્રકારના હોય છે. ગુડ કોલેસ્ટ્રોલ (એચડીએલ) અને બેડ કોલેસ્ટ્રોલ (એલડીએલ). બેડ કોલેસ્ટ્રોલ ધમનિઓમાં જમા થઈ બ્લોકેજનું કારણ બની શકે છે.

સ્વાસ્થ્ય પર અસર

thehealthsite.com અનુસાર બેડ કોલેસ્ટ્રોલ વધવાને કારણે સ્ટ્રોક અને હાર્ટ એટેક જેવી બીમારીઓનો ખતરો વધી જાય છે. તેને નિયંત્રિત કરવો ખુબ જરૂરી છે.

ખાનપાનનું મહત્વ

બેડ કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવા માટે સ્વસ્થ ખાનપાન અને જીવનશૈલી અપનાવવી જોઈએ. યોગ્ય આહાર અને નિયમિત વ્યાયામથી તેને નિયંત્રિત કરી શકાય છે.

અજમાનું મહત્વ

અજમાના સેવનથી બેડ કોલેસ્ટ્રોલને ઘટાડી શકાય છે. તેમાં રહેલ ફાઇબર અને એન્ટીઓક્સીડેન્ટ્સ આ કામમાં સહાયક હોય છે.

કઈ રીતે કરશો સેવન?

અજમાના પાણીનું દરરોજ સવારે ખાલી પેટ સેવન કરવું જોઈએ. તે માટે રાત્રે અજમા પલાળી દો અને સવારે તેને ઉકાળી પી લો.

હાર્ટના સ્વાસ્થ્યને લાભ

અજમાના નિયમિત સેવનથી ન માત્ર બેડ કોલેસ્ટ્રોલ ઘટે છે, પરંતુ હાર્ટ સાથે જોડાયેલી બીમારીનું જોખમ પણ ઘટી જાય છે.