આયુર્વેદમાં તાંબાને પવિત્ર ધાતુ ગણવામાં આવે છે. તે સ્વાસ્થ્ય સમસ્યામાં ફાયદો કરે છે.
તાંબાના વાસણમાં રાખેલું પાણી પીવાથી ઘણા ફાયદા થાય છે.
તાંબાનું પાણી પાચન તંત્ર મજબૂત બનાવે છે. તે પેટમાં એસિડનું ઉત્પાદન વધારે છે.
તાંબાનું પાણી ઈમ્યુનિટી બુસ્ટ કરે છે અને શરીરને સંક્રમણથી બચાવે છે.
તાંબાના પાણીથી ત્વચાને પણ ફાયદો થાય છે. તેનાથી ત્વચા ચમકદાર બને છે.
તાંબાનું પાણી મગજ માટે લાભકારી છે. તેનાથી મગજની કોશિકા સ્વસ્થ રહે છે.
તાંબાનું પાણી હાર્ટ માટે લાભકારી છે. તેનાથી બીપી કંટ્રોલમાં રહે છે અને બેડ કોલેસ્ટ્રોલ ઘટે છે.
એનીમિયા હોય તેમણે પણ તાંબાના વાસણનું પાણી પીવું જોઈએ.