લીચી તો બધાએ ખાધી હશે પરંતુ શું તમને ખબર છે કે તે સ્વાસ્થ્ય માટે કેટલી લાભકારી હોય છે.
લીચીમાં પોટેશિયમ, ફાઈબર, ઝિંક, કોપર, આયર્ન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, જેવા પોષક તત્વો મળી આવે છે.
લીચીમાં વિટામીન સી, બી6 જેવા પોષક તત્વો મળી આવે છે જે રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે કામ કરે છે.
લીચીમાં વિટામીન સી, પોલીફેનોલ્સ જેવા એન્ટી ઓક્સીડેન્ટ મળી આવે છે જે ચહેરાને ગ્લોઈંગ બનાવવાનું કામ કરે છે.
લીચીમાં લો ફેટ અને લો કેલેરી મળી આવે છે જે શરીરના મોટાપાને ઓછું કરવાનું કામ કરે છે.
લીચી ફાઈબરનો એક સારો સ્ત્રોત છે જે પાચનમાં મદદ કરે છે અને પેટની સમસ્યાઓને દૂર કરે છે.
લીચીમાં પોલીફેનોલ્સ વધુ પ્રમાણમાં મળી આવે છે જે ડાયાબિટીસ જેવા રોગો સામે લડવામાં મદદ કરે છે.
અહીં આપેલી જાણકારી ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. તેને અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ જરૂર લેવી. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.