ભૂલેચૂકે ચાખવાની પણ ભૂલ ન કરતા આ 5 વસ્તુ, વધી જશે બ્લડ શુગર, બની જશો ડાયાબિટીસના દર્દી!

ડાયાબિટીસમાં મોટાભાગે વધુ પડતી ગળી વસ્તુઓ ખાવા અંગે પરેજી પાળવામાં આવતી હોય છે.

પરંતુ આપણા ડાયેટમાં એવી પણ અનેક વસ્તુઓ હોય છે જે શુગર લેવલને વધારી શકે છે. આવામાં તેને ખાવાથી બચવું જોઈએ.

મેંદો અને રિફાઈન્ડ ફૂડ

ડાયાબિટીસના દર્દીઓએ સફેદ બ્રેડ, ચોખા, પાસ્તા, સમોસા, અને પિઝા જેવી વસ્તુઓથી બચવું જોઈએ. આ ચીજોમાં કાર્બોહાઈડ્રેટ હોય છે. જે સરળતાથી ગ્લૂકોઝમાં ફેરવાઈ જાય છે.

ડ્રિંક્સ

લસ્સી, મીઠા ફ્રૂટ જ્યૂસ, અને સોડા જેવા ડ્રિંક્સમાં ખાંડનું પ્રમાણ ખુબ વધુ હોય છે. તેનાથી બ્લડ ગ્લુકોઝ લેવલ ઝડપથી વધી શકે છે.

બટાકા અને શક્કરિયા

તેમાં સ્ટાર્ચ હોય છે, આથી ડાયાબિટીસના દર્દીઓએ તે બિલકુલ ખાવા જોઈએ નહીં.

પેકેજ્ડ ફૂડ

ચિપ્સ, કૂકીઝ, અને પીનટ બટર જેવા પેકેજ્ડ ટ્રાન્સ ફેટવાળા ફૂડ ડાયાબિટીસના દર્દીઓ માટે હાનિકારક હોય છે.

ફૂલ ક્રીમ ડેરી પ્રોડક્ટ્સ

ક્રીમ ચીઝ, આઈસક્રીમ, અને ફૂલ ક્રીમ દૂધમાં સેચ્યુરેટેડ ફેટ હોય છે, જે ઈન્શ્યુલિનને વધારી શકે છે.

Disclaimer

પ્રિય વાંચક, અમારો આ લેખ વાંચવા બદલ તમારો આભાર. આ લેખ તમને જાગૃત કરવાના હેતુથી લખવામાં આવ્યો છે. અમે તેને લખવા માટે ઘરેલુ નુસ્ખાઓ અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. સ્વાસ્થ્ય સંબંધિત કઈ પણ તમે વાંચો તો તેને અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ ચોક્કસપણે લો.