રોજ દિવસમાં એકવાર પીઓ આ દાળનું પાણી, શરીરમાં વિટામીન B12 વધારવામાં મદદ કરશે

વિટામીન બી12

વિટામીન બી12ની કમીથી શરીરમાં અનેક સમસ્યાઓ થઈ શકે છે. હાડકાં પણ નબળા પડવા લાગે છે.

ડાયેટ પ્લાન

તમારા શરીરને સ્વસ્થ રાખવા માટે તમારે ભરપૂર પ્રમાણમાં બી12 લેવું જોઈએ. આ માટે તમે તમારા ડાયેટ પ્લાનમાં કેટલીક ચીજો એડ કરી શકો છો.

થાક અને નબળાઈ

વિટામીન બી12ની કમીના કારણે થાક અને નબળાઈ મહેસૂસ થઈ શકે છે. તમને આખો દિવસ આળસ મહેસૂસ થઈ શકે છે.

ઝણઝણાટી

હાથ અને પગમાં ઝણઝણાટી મહેસૂસ થવી તથા શ્વાસ લેવામાં તકલીફ થવી એ વિટામીન બી12ની કમી તરફ મોટો સંકેત છે.

ઘરેલુ નુસ્ખા

પરંતુ જો તમે ઈચ્છો તો શરીરમાંથી વિટામીન બી12ની કમી દૂર કરી શકો છો. આ માટે કેટલાક ઘરેલુ ઉપાય તમને જણાવીશું.

મગની દાળનું પાણી

તમે રોજ એકવાર મગની દાળનું પાણીનું સેવન કરી શકો છો. જે શરીરમાં વિટામીન બી12નું લેવલ વધારવામાં મદદ કરી શકે છે.

એન્ટીઓક્સીડેન્ટ અને મિનરલ્સ

મગની દાળ એન્ટીઓક્સીડેન્ટ અને મિનરલ્સથી ભરપૂર હોય છે. તેનાથી તમે સ્વસ્થ રહેશો.

રેસિપી

મગની દાળ એક કપ પાણીમાં રાતે પલાળી દો. સવારે આ પાણી પી જાઓ. ખાલી પેટે પાણી પીવાથી વધુ ફાયદા થશે.

Disclaimer:

અહીં આપેલી જાણકારી ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. તેને અપનાવતા પહેલા એક્સપર્ટની સલાહ જરૂર લેવી. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.