આજકાલ લોકો ખોટી ખાણીપીણીના કારણે અનેક બીમારીઓનો સામનો કરે છે.
અનેક લોકોને લોહીમાં કોલેસ્ટ્રોલ વધી જવાની સમસ્યા રહે છે ત્યારે આવામાં તમારે તમારા ડાયેટને ચુસ્ત રાખવો જોઈએ.
લોહીમાં વધેલા કોલેસ્ટ્રોલ લેવલને ઓછું કરવા માટે તમારે રોજ લીલા શાકભાજી ખાવા જોઈએ.
પનીરમાં ભરપૂર પ્રમાણમાં કેલ્શિયમ, વિટામીન બી 12, ફોસ્ફરસ હોય છે જે શરીરમાં ગુડ કોલેસ્ટ્રોલને વધારે છે.
મગફળી, અખરોટ અને પિસ્તા પણ તમારા ડાયેટમાં સામેલ કરવા જોઈએ. હાનિકારક કોલેસ્ટ્રોલને બહાર કાઢે છે.
જો માંસાહારી હોવ તો ફેટી માછલીનું પણ સેવન કરવું જોઈએ જે સ્વાસ્થ્ય માટે સારી સાબિત થાય છે.
દહીં પોષક તત્વોથી ભરપૂર હોય છે અને તેને તમારા ડાયેટમાં રોજ સામેલ કરવું જોઈએ.
પ્રિય વાંચક, અમારો આ લેખ વાંચવા બદલ તમારો આભાર. આ લેખ તમને જાગૃત કરવાના હેતુથી લખવામાં આવ્યો છે. અમે તેને લખવા માટે ઘરેલુ નુસ્ખાઓ અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. સ્વાસ્થ્ય સંબંધિત કઈ પણ તમે વાંચો તો તેને અપનાવતા પહેલા એક્સપર્ટની સલાહ ચોક્કસપણે લો.