શરીરમાં યુરિક એસિડ જમા થવું ખતરનાક માનવામાં આવે છે. શરીરમાં યુરિક એસિડની માત્રા વધે તો ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
ઘણીવાર યુવિર એસિડ શરીરમાં ક્રિસ્ટલનું રૂપ લે છે અને ધીમે-ધીમે સાંધાની આસપાસ જમા થવા લાગે છે. જેનાથી સાંધામાં દુખાવાની સમસ્યાનો સામનો કરવો પડે છે.
જો તમે યુરિક એસિડથી પરેશાન છો તો ખાનપાનનું ધ્યાન રાખો. આજે અમે તમને એક અનાજ વિશે જણાવી રહ્યાં છીએ જેનાથી તમારી સમસ્યા ઠીક થઈ જશે.
જુવાર અને બાજરો બે એવા અનાજ છે, જે શરીરમાં યુરિક એસિડને ઘટાડવામાં ખુબ મદદ કરે છે. તેને મિલેટ્સની કેટેગરીમાં રાખવામાં આવે છે.
જો તમે ડેલી ડાયટમાં એક મહિના માટે ઘઉંની રોટલીની જગ્યાએ જુવાર કે બાજરીનો ઉપયોગ શરૂ કરો તો યુરિક એસિડ ઘટવા લાગશે.
જુવારની તાસીર નોર્મલ છે પરંતુ બાજરાની તાસીર ગરમ બોય છે. જો તમે ગરમ જગ્યાએ રહો છો તો બાજરાની જગ્યાએ માત્ર જુવારનું સેવન કરી શકો છો.
જુવાર અને બાજરામાં મેગ્નીશિયમ, કેલ્શિયમ, ફાસ્ફોરસ અને ઇરોન સાથે વિટામિન બી વધુ હોય છે. તે તમારા હાડકાંના સાંધાને મજબૂત બનાવે છે.
આ બંનેમાં પ્રોટીન અને સોલ્યુબલ ફાઇબરની માત્રા ખુબ વધુ હોય છે. જેના કારણે પાચનતંત્ર સુધરે છે. તે સુગરના અવશોષણને ઘટાડ તમને ડાયાબિટીસથી બચાવે છે.
વજન ઘટાડવામાં પણ જુવાર અને બાજરો ફાયદાકારક હોય છે અને તમારી હાર્ટ હેલ્થ સુધારે છે, કારણ કે તે કોલેસ્ટ્રોલ વધારતા નથી.
પ્રિય પાઠક, અમારા આ સમાચાર વાંચવા માટે આભાર. આ સમાચાર તમને જાગરૂત કરવાના ઈરાદાથી લખવામાં આવ્યા છે. અમે તેને લખવામાં ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. તમે સ્વાસ્થ્ય સાથે જોડાયેલા કોઈ ઉપાય અજમાવતા પહેલા ડોક્ટરની સલાહ લો.