લિવર પાચન અને મેટાબોલિઝમને સારું બનાવવાની સાથે શરીરમાં રહેલા ટોક્સિનને પણ બહાર કાઢવાનું કામ કરે છે.
હેપેટાઈટિસ, દારૂ, ધુમ્રપાન, મોટાપા જેવા અનેક કારણોસર લિવર ડેમેજ કે લિવર ફેલ થવાની સમસ્યા થવા લાગે છે.
આવામાં સમયસર શરીરમાં જો પ્રાથમિક લક્ષણો જોઈને ઓળખ કરી લેવાય તો લિવર ફેલ થવાની સમસ્યાથી બચી શકાય છે.
જો તમને હંમેશા ઉલ્ટી આવવાની સેન્સ થતી હોય, ઉબકા આવે કે જીવ ડોહળાતો હોય તો તે લિવર ખરાબ થવાની કે પછી લિવરની બીમારીના લક્ષણ હોઈ શકે છે.
લિવર ડેમેજ થાય તો ભૂખ ઓછી લાગે છે અને ભોજન કરવાની ઈચ્છા થતી નથી.
લિવર ખરાબ થાય તો પેશાબનો રંગ ગાઢ પીળો કે પછી ભૂખરા રંગનો જોવા મળી શકે છે.
લિવરની સમસ્યા હોય તો ત્વચા અને આંખનો રંગ પીળો પડવા લાગે છે.
પેટના ઉપરના જમણા ભાગના હિસ્સામાં દર્દ કે સોજો મહેસૂસ થવો એ પણ લેવરમાં ખરાબીનું લક્ષણ હોઈ શકે છે.
અહીં આપેલી જાણકારી ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. તેને અપનાવતા પહેલા એક્સપર્ટની સલાહ જરૂર લેવી. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.