આપણે સવારે જે કામ કરીએ છીએ તે આખા દિવસને પ્રભાવિત કરે છે. તેથી જ દિવસની શરૂઆતમાં એવા કામ ન કરવા જે શરીરને નુકસાન કરે.
શરીરને નુકસાન કરે તેવી સૌથી પહેલી આદત છે મોડે સુધી ઊંઘવું. જે લોકો મોડે સુધી ઊંઘે છે તેને માનસિક થાક રહે છે અને આળસ પણ રહે છે.
ઘણા લોકો સવારે નાસ્તો કરતા નથી જે સૌથી મોટી ભૂલ છે. સવારે નાસ્તો ન કરવાથી મેટાબોલિઝમ સ્લો થઈ જાય છે અને વજન વધવા લાગે છે.
સવારે જાગીને સૌથી પહેલા મોબાઈલનો ઉપયોગ કરવો અને ટોયલેટમાં કલાકો સુધી બેસી રહેવું શરીર માટે હાનિકારક છે.
સવારના સમયે વધારે માત્રામાં કેફિન લેવાથી શરીરમાંથી પાણી ઓછું થવા લાગે છે.
સવારે વ્યાયામ કરવાથી શરીરને તાજગી મળે છે. જો સવારે કસરત ન કરવામાં આવે તો શરીરમાં ઊર્જાની ખામી સર્જાય છે.
સવારના સમયે સકારાત્મક વિચારોને મહત્વ આપો. સવારની શરૂઆત નિરાશાજનક વાત સાથે કરશો તો આખો દિવસ ખરાબ જશે.