નાઇટ શિફ્ટ કરનારા થઈ જજો સાવધાન, બની શકો છો આ ઘાતક બીમારીના શિકાર... જાણો એક્સપર્ટની સલાહ

નાઇટ શિફ્ટ

નાઇટ શિફ્ટનું ચલણ આજકાલ ખુબ વધી ગયું છે.

જીવલેણ બીમારી

શું તમે જાણો છો કે આખી રાત જાગીને કામ કરવાથી તમને ઘણી ઘાતક અને જીવલેણ બીમારીઓ થઈ શકે છે.

શું કહે છે એક્સપર્ટ

નાઈટ શિફ્ટને લઈને અમે વાત કરી ન્યૂરોલોજિસ્ટ દેવવ્રત સિસોદિયા સાથે, જેણે નાઇટ શિફ્ટથી થનાર જીવલેણ નુકસાન વિશે વિસ્તારથી જણાવ્યું.

ન્યૂરોલોજિસ્ટનો મત

ન્યૂરોલોજિસ્ટ દેવવ્રત સિસોદિયાએ જણાવ્યું કે, જે લોકો નાઇટ શિફ્ટમાં કામ કરે છે તે લોકોમાં લેપ્ટિન હોર્મોનની કમી હોય છે.

હોર્મોનની કમી

લેપ્ટિન હોર્મોનની કમીને કારણે લોકોને સુગર જેવી ઘાતક અને જીવલેણ બીમારી થાય છે.

બ્રેસ્ટ કેન્સરનો ખતરો

આ સિવાય રાત્રે જાગી કામ કરનારને Melatonin Hormone ની કમી થાય છે. આ હોર્મોન ઘટવાથી બ્રેસ્ટ કેન્સરનો ખતરો વધી જાય છે.

સ્લીપ સાઇકલ

નાઈટ શિફ્ટમાં કામ કરનારની સ્લીપ સાઇકલ ડગમગી જાય છે. જેના કારણે તમને એન્ઝાઇટી ઈશ્યૂ થવા લાગે છે.

ચિડિયાપણું

તો એન્ઝાઇટી થવાને કારણે તમને ડિપ્રેશન થઈ જાય છે, જેનાથી તમને દિવસભર ચિડિયાપણું લાગે છે અને કોઈ કામમાં તમારૂ મન લાગતું નથી.

બ્લડ પ્રેશર

આ સિવાય નાઇટ શિફ્ટમાં કામ કરવાથી બ્લડ પ્રેશર જેવી સમસ્યા થઈ શકે છે.

ડિસ્ક્લેમર

અહીં આપવામાં આવેલી જાણકારી એક્સપર્ટની સલાહ પર આધારિત છે. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી. વધુ માહિતી માટે એક્સપર્ટની સલાહ જરૂર લો.