ખરાબ લાઈફસ્ટાઈલ અને આહારના કારણે બેડ કોલેસ્ટ્રોલની સમસ્યા ઝડપથી વધી જાય છે.
શરીરમાં બેડ કોલેસ્ટ્રોલ વધી જાય તો ધમનીઓમાં બ્લોકેજ થવા લાગે છે.
જેના કારણે હાર્ટ એટેક, સ્ટ્રોક અને હાર્ટ સંબંધિત ગંભીર બીમારીનું જોખમ વધી જાય છે.
શરીરમાં બેડ કોલેસ્ટ્રોલ વધી જાય તો રાઈનું પાણી લઈ શકાય છે.
રાઈમાં ઔષધીય ગુણ હોય છે જે હાર્ટ હેલ્થને સુધારી શકે છે.
તેના માટે રાત્રે પાણીમાં રાઈને પલાળી દો અને પછી સવારે આ પાણી પીવું. તેનાથી બેડ કોલેસ્ટ્રોલ સાફ થાય છે.
રાઈનું પાણી પીવાથી હાઈ બ્લડ શુગર અને હાઈ બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે.
1 ચમચી રાઈને 1 ગ્લાસ પાણીમાં રાત્રે પલાળી દો. સવારે આ પાણીને ઉકાળો અને પછી ગાળીને ઠંડુ કરી પીવું.