યુરિક એસિડના દર્દી શિયાળામાં આ શાકનું સેવન ન કરે, બાકી રાત્રે થઈ જશો પરેશાન

યુરિક એસિડ

યુરિક એસિડ એક એવી સમસ્યા છે, જેમાં શરીરના સાંધામાં દુખાવો અને સોજા રહે છે.

સંધિવા

લાંબા સમય સુધી યુરિક એસિડની સમસ્યા સંધિવા જેવી ખતરનાક બીમારીને જન્મ આપી શકે છે.

સારવાર

યુરિક એસિડનો ઈલાજ જલ્દી કરાવવો જોઈએ.

ડાયટ

યુરિક એસિડના દર્દીએ દવાની સાથે ડાયટનું પણ ધ્યાન રાખવું જોઈએ.

પાંદડાવાળા શાકભાજી

આમ તો પાંદડાવાળા શાકભાજી સ્વાસ્થ્ય માટે સારા માનવામાં આવે છે. પરંતુ કેટલાક શાક યુરિક એસિડના દર્દીની સમસ્યા વધારી શકે છે.

પાલક

શિયાળાની સિઝનમાં પાલકનું સેવન કરવામાં આવે છે, પરંતુ પાલકનાં વધુ સેવનથી યુરિક એસિડ વધી શકે છે.

પ્યુરીન

પાલકમાં પોષક તત્વો જેમ કે વિટામિન્સ, આયરન, પોટેશિયમ સિવાય પ્યુરીન પણ હોય છે. શરીરમાં પ્યુરીનની માત્રા વધવાથી યુરિક એસિડની સમસ્યા થાય છે.

સેવન

યુરિક એસિડના દર્દીઓનું એસિડ લેવલ કંટ્રોલ છે તો પણ પાલકનું ઓછામાં ઓછું સેવન કરવું જોઈએ.

ડિસ્ક્લેમર

અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતા પર આધારિત છે. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી. તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ લઈ શકો છો.