ઝડપથી ઘટશે યુરિક એસિડ, આચાર્ય બાલકૃષ્ણએ જણાવ્યો અચૂક ઉપાય

યુરિક એસિડ

યુરિક એસિડ શરીરમાં એક ગંદકીની જેમ જમા થાય છે. શરીરના લોહીમાં જો યુરિક એસિડની માત્રા વધુ વધી જાય તો અનેક પરેશાની થાય છે.

ઉપાય

ઘણીવાર એવું થાય છે કે કિડની શરીરમાંથી યુરિક એસિડ બહાર કાઢવામાં અસમર્થ હોય છે કે ક્યારેક યુરિક એસિડ વધુ બની જાય છે.

શરીરમાં યુરિક એસિડ ઘટાડવા તમારા ડાયટની ભૂમિકા મહત્વની હોય છે. તેથી એવી વસ્તુ ખાવાથી બચવું જોઈએ, જેમાં પ્યુરીનની માત્રા વધુ હોય.

આમ તો માર્કેટમાં યુરિક એસિડ ઘટાડવા માટે ઘણી દવાઓ હાજર છે. પરંતુ આયુર્વેદમાં પણ તેના કેટલાક ઉપાયો છે.

આચાર્ય બાલકૃષ્ણએ યુરિક એસિડની સમસ્યા ઘટાડવા માટે એક એવી વસ્તુ જણાવી જેનાથી તમને ફાયદો થશે.

આચાર્ય બાલકૃષ્ણએ કપિલાના બીજો વિશે જણાવ્યું છે. આવો તેના ફાયદા વિશે જાણીએ.

જો તમારા શરીરમાં દુખાવો, સોજા અને યુરિક એસિડનું લેવલ વધેલું છે તો કપિલાના બીજ અને સૂંઠ, લીમડો અને પીપડાના પાનની છાલને મિક્સ કરી પાઉડર બનાવો અને દરરોજ તેનું સેવન કરો.

તેનું સેવન કરવાથી પેશાબ સારી રીતે આવે છે. કિડનીની કોઈ સમસ્યામાં પણ તમે તેનું સેવન કરી શકો છો.

પેટમાં થતી જીવાત માટે પણ કપિલાના બીજ ખુબ ફાયદાકારક છે.

Disclaimer

પ્રિય પાઠક, અમારા આ સમાચાર વાંચવા માટે આભાર. આ સમાચાર તમને જાગરૂત કરવાના ઈરાદાથી લખવામાં આવ્યા છે. અમે તેને લખવામાં ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. તમે સ્વાસ્થ્ય સાથે જોડાયેલા કોઈ ઉપાય અજમાવતા પહેલા ડોક્ટરની સલાહ લો.