અત્યારના સમયમાં ખરાબ ખાણીપીણીના કરાણે શરીરમાં અનેક બીમારીઓ જોવા મળે છે.
સૌથી ખતરનાક બીમારીઓમાંથી એક હ્રદયની બીમારી છે જે કોલેસ્ટ્રોલ વધવાથી થાય છે.
જો તમારે કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવું હોય તો તમારે સ્વસ્થ ડાયેટ લેવો જોઈએ.
બધા ઘઉંની રોટલી તો ખાતા હોય છે. પરંતુ તેમાં જો તમે અજમો ભેળવી દો તો તેના ફાયદા બમણા થઈ જશે.
તેમાં ફાઈબર, બી વિટામીન, આયર્ન, કોપર, ઝિંક, મેગ્નેશિયમ, વિટામીન ઈ, સેલેનિયમ, મેંગેનીઝ, ફોસ્ફોરસ, પોટેશિયમ જેવા પોશક તત્વો હોય છે.
અજમામાં વિટામીન કે, વિટામીન એ અને સી, કેલ્શિયમ, આયર્ન, પોટેશિયમ, સોડિયમ જેવા પોષક તત્વો મળી આવે છે.
અજમાને લોટમાં ભેળવીને ખાવાથી કોલેસ્ટ્રોલનું લેવલ કંટ્રોલમાં રહી શકે છે.
અહીં આપેલી જાણકારી ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. તેને અપનાવતા પહેલા એક્સપર્ટની સલાહ જરૂર લેવી. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.