પેટની વધતી ચરબી શરીરમાં ડાયાબિટીસ જેવી બીમારીઓનું જોખમ વધારે છે.
જો તમે પેટની ચરબી ઓછી કરવા માંગતા હોવ તો તમારે ડાયેટમાં આ સુપરફૂડને સામેલ કરવા જોઈએ.
ગાજરમાં ફાઈબરની સાથે વિટામીન કે, બી અને બી 5 જેવા પોષક તત્વો હોય છે. જે પેટની ચરબીને ઓગાળવામાં મદદરૂપ છે.
બેરીઝમાં એન્ટી ઓક્સિડેન્ટ્સ, વિટામીન સી, પોટેશિયમ મળી આવે છે જે પેટ માટે સારા હોય છે.
બીટમાં ફાઈબર સારા એવા પ્રમાણમાં હોય છે. જે ખાવાનું પચાવવામાં શરીરને મદદ કરે છે. શરીરને ઉર્જા આપવાનું કામ કરે છે.
વટાણા ફાઈબરનું પાવર હાઉસ છે જેને ખાવાથી વજન ઘટવામાં મદદ મળી શકે છે.
કાકડી ખાવાથી પાણીની કમી દૂર થાય છે અને તેને સલાડ તરીકે ખાઈ શકાય છે.
અહીં આપેલી જાણકારી ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. તેને અપનાવતા પહેલા એક્સપર્ટની સલાહ જરૂર લેવી. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.