તમારા પગના તળિયા પર આ તેલથી માલિશ કરો, જાણો કઈ સમસ્યાઓમાં મળે આરામ?

આયુર્વેદમાં તલના તેલનું ખુબ મહત્વ છે. તે અનેક બીમારીઓને દૂર કરવામાં કારગર છે.

આમ તો લોકો તેને ભોજન બનાવવામાં ઉપયોગમાં લે છે.

પરંતુ જો તમે રોજ થોડું તલનું તેલ લઈને પગના તળિયામાં માલિશ કરશો તો તમને ગજબના સ્વાસ્થ્ય ફાયદા મળી શકે છે.

પગના તળિયાની તલના તેલથી માલિશ કરવાથી શરીરમાં લોહીનું પરિભ્રમણ વધે છે. બ્લડ સર્ક્યુલેશન વધવાથી થાક અને નબળાઈ દૂર થઈ શકે છે.

તલના તેલથી પગના તળિયાની માલિશ કરવાથી વેઈટ લોસમાં પણ મદદ મળી શકે છે.

ઠંડીના દિવસોમાં સાંધાના દુ:ખાવાની સમસ્યા વધી જાય છે. આવામાં તલના તેલથી માલિશ કરવાથી સાંધાના દુ:ખાવા અને સોજામાં રાહત મળી શકે છે.

તલનું તેલ આંખોની રોશનમાં સુધારો લાવી શકે છે. તેનાથી માલિશ કરવાથી આંખોમાં થનારી સમસ્યાઓ જેમ કે બળતરા, અને થાક દૂર થાય છે.

Disclaimer:

અહીં આપેલી જાણકારી ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. તેને અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ જરૂર લેવી. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.