શું તમને ખબર છે કે ભારતમાં કેટલાક ગામડા એવા છે જ્યાં વિદેશી પર્યટકોના આવવાનું કારણ ફરવા સિવાય બીજા પણ ઘણા છે.
આમ તો અહીં લોકો પહાડ, કુદરતી સૌંદર્ય અને અહીંના કલ્ચરને જોવા માટે આવતા હોય છે. પરંતુ કેટલાક લોકો અહીં કોઈ બીજા કારણે પણ આવે છે.
મીડિયા રિપોર્ટ મુજબ એવું કહેવાય છે કે અહીં કેટલીક વિદેશી મહિલાઓ ગર્ભવતી થવા માટે પણ આવતી હોય છે અને સ્થાનિકોએ પોતે પણ આ વાત સ્વીકારી છે.
આ વાત છે લદાખના ગામની. વાત જાણે એમ છે કે સિંધુ નદીના કિનારે એલઓસી પાસે કેટલાક ગામ (DHA ગામ) માટે આવું કહેવાય છે.
અહીં બ્રોક્પા જનજાતિના લોકો રહે છે અને તેમા માટે એવું કહેવાય છે કે તેમનામાં શુદ્ધ આર્યન જીન છે. આ આર્યનના અંતિમ અવશેષો ગણાય છે. તેને આર્યન વેલી પણ કહેવામાં આવે છે.
આવામાં આર્યન જનજાતિના જીનવાળા બાળકોની ઈચ્છામાં મહિલાઓ અહીં ગર્ભવતી થવા માટે આવે છે. કેટલીક વિદેશી મહિલાઓ ગર્ભવતી થાય ત્યાં સુધી અહીં રહે છે.
ઈન્ડિયા ટુડેના એક રિપોર્ટ મુજબ અહીંના લોકોનું કહેવું છે કે તેમણે પણ મહિલાઓને અહીં આ ઈચ્છામાં આવતા જોયા છે.
જો કે કેટલાક યુટર્યુબર્સને આપેલા ઈન્ટરવ્યુમાં અહીંના લોકોએ એ વાતને ફગાવી પણ છે અને તેને ફક્ત કહાની ગણાવી છે.
અહીં અપાયેલી મીડિયા રિપોર્ટ્સ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.