સ્વચ્છતા સર્વેક્ષણ રિપોર્ટે થોડા સમય પહેલા એક યાદી બહાર પાડી હતી જેમાં ભારતના સૌથી ગંદા શહેરો વિશે જણાવ્યું હતું.
આ ટોપ 10 ગંદા શહેરોમાં લગભગ તમામ નામ એક જ રાજ્યના જોવા મળ્યા. જાણો કયા કયા શહેરો આ યાદીમાં છે.
પશ્ચિમ બંગાળનું હાવડા દેશનું સૌથી ગંદુ શહેર ગણાય છે.
દેશના સૌથી ગંદા શહેરોની યાદીમાં બીજા નંબરે પશ્ચિમ બંગાળનું જ કલ્યાણી શહેર છે.
આ યાદીમાં ત્રીજા નંબરે પશ્ચિમ બંગાળનું જ મધ્યગ્રામ શહેર છે.
ચોથા નંબરે દેશનું સૌથી ગંદુ શહેર પશ્ચિમ બંગાળનું જ કૃષ્ણાનગર છે.
યાદીમાં પાંચમા નંબરે પશ્ચિમ બંગાળનું આસનસોલ શહેર આવે છે.
સૌથી ગંદા શહેરોની યાદીમાં છઠ્ઠા નંબરે રિશરા છે.
ત્યારબાદ પશ્ચિમ બંગાળનું બિધાનનગર સાતમા નંબરે આવે છે.
બિધાન નગરના કાંચરાપાડાનો પણ સ્વચ્છતા સ્કોર 1000થી ઓછો છે.
દેશના સૌથી ગંદા શહેરોની યાદીમાં પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતાએ પણ જગ્યા બનાવી છે. જે આ યાદીમાં નવમાં નંબરે છે.
ગંદકીના મામલે 10માં નંબરે છત્તીસગઢનું ભટપારા શહેર આવે છે.