પૂર્વ PM મનમોહન સિંહ કેમ હંમેશા બ્લ્યૂ રંગની પાઘડી પહેરતા હતા?

ભારતના પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહનું 26 ડિસેમ્બર 2024ના રોજ નિધન થયું છે.

અમે તમને મનમોહન સિંહના જીવનની કેટલીક એવી જાણકારીઓ વિશે જણાવીશું જે કદાચ તમને ખબર ન હોય.

મનમોહન સિંહ હંમેશા બ્લ્યૂ રંગની પાઘડી જ કેમ પહેરતા હતા.

મનમોહન સિંહ એક સારા પોલિટિશિયન, ઈકોનોમિસ્ટ, બ્યૂરોકેટ તરીકે જાણીતા છે.

ફોટામાં હંમેશા તમે જોયું હશે કે તેઓ બ્લ્યૂ રંગની પાઘડીમાં જોવા મળતા હતા.

તેની પાછળ એક ખાસ કારણ છે. 2006માં મનમોહન સિંહને કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં ડોક્ટરેટ ઓફ લોની પદવીથી સન્માનિત કરાયા હતા. ત્યારે ત્યાં હાજર કેટલાક લોકોએ તેની પાછળનું કારણ પૂછ્યું હતું.

મનમોહન સિંહે જણાવ્યું હતું કે બ્લ્યૂ રંગ તેમને ખુબ પસંદ હતો, જેના કારણે તેઓ બ્લ્યૂ રંગની પાઘડી પહેરતા હતા. જો કે તેઓ કોલેજના સમયથી જ પહેરતા આવ્યા છે. જેના કારણે મિત્રોએ તેમનું નામ બ્લ્યૂ ટર્બન રાખ્યું હતું.

Disclaimer: અહીં આપેલી જાણકારી સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.