કોન્સ્ટેબલનો દીકરો કેવી રીતે બન્યો અન્ડરવર્લ્ડ ડોન... વાંચો દાઊદ ઇબ્રાહિમની ક્રાઇમ કુંડળી

દાઊદ ઇબ્રાહિમ

દાઊદ ઇબ્રાહિમનો જન્મ વર્ષ 1955મા મહારાષ્ટ્રના રત્નાગિરીમાં થયો હતો.

પિતા

પિતા શેખ ઇબ્રાહિમ અલી કાસકર મુંબઈ પોલીસમાં સિપાહી હતા.

વૈભવી જીવન

દાઊદ જેમ-જેમ મોટો થતો ગયો, તેની વૈભવી જીવન જીવવાની ઈચ્છા વધતી ગઈ. તે ચોરી, લૂંટ અને તસ્કરી કરવા લાગ્યો.

દાઊદના પિતાને આ વાતની જાણ થઈ તો તેને ઘરમાંથી કાઢી મૂક્યો. દાઊદ બંબઈના ગેંગસ્ટર કરીમ લાલાની ગેંગમાં સામેલ થઈ ગયો હતો.

હાજી મસ્તાન

ત્યારબાદ તે હાજી મસ્તાન ગેંગમાં ગયો. તેની સાથે વિવાદ થયા બાદ પોતાની ગેંગ બનાવી હતી.

પઠાણ ગેંગ

બંબઈની પઠાણ ગેંગએ દાઊદના ભાઈ શબ્બીરને મારી નાખ્યો. પછી બંબઈ દરરોજ થનાર હત્યાઓથી હચમચી ગયું. આ દરમિયાન દાઊદ દુબઈ ભાગી ગયો હતો.

ટાર્ગેટ કિલિંગ

દાઊદની ગેંગ મુંબઈમાં એક્ટિવ હતી. તેને છોટા રાજન ચલાવતો હતો. દાઊદ ટાર્ગેટ કિલિંગ કરાવતો હતો. દાઊદની ગેંગનું નામ ડી કંપની પડ્યું હતું.

ગ્લોબલ ટેરરિસ્ટ

દાઊદનું નામ 1993 બ્લાસ્ટમાં આવ્યું. આ બ્લાસ્ટમાં આશરે 250 લોકોના મોત થયા. વર્ષ 2003મા ભારતે અમેરિકાની સહાયતાથી દાઊદને વૈશ્વિક આતંકવાદી જાહેર કર્યો હતો.

ડિસ્ક્લેમર

અહીં આપવામાં આવેલી જાણકારી ઈન્ટરનેટ પરથી લેવામાં આવી છે. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.