શિયાળામાં વારંવાર ભોજન ગરમ કે દૂધ, ચા અને પાણીને પણ ગરમ કરવાને કારણે ગેસ સિલિન્ડર જલ્દી ખતમ થઈ જાય છે.
તેવામાં આજે અમે તમને કેટલીક એવી ટિપ્સ જણાવીશું, જેને અજમાવવાથી તમારા ગેસનો ઓછો વપરાશ થશે અને સિલિન્ડર લાંબો સમય ચાલશે.
પ્રેશર કુકરમાં ભોજન બનાવવાથી તે ઓછા ગેસમાં પાકી જાય છે. ગેસ બચાવવા માટે પ્રેશર કુકરનો વધુમાં વધુ ઉપયોગ કરો.
મોટા તળિયાવાળા વાસણમાં ભોજન બનાવવામાં વધુ સમય લાગે છે, જેમાં ગેસ પણ વધુ વપરાય છે. એટલે ભોજન બનાવવા માટે એવા વાસણનો ઉપયોગ કરો જેનું તળિયું પાતળું હોય.
ભોજન પકાવવા દરમિયાન ગરમી અને વરાળ રોકવામાં આવે તો ભોજન જલ્દી પાકે છે અને ગેસનો વપરાશ ઓછો થાય છે.
હંમેશા પાઇપમાંથી થોડો ગેસ લીક હોય છે, જેનો ખ્યાલ આપણને આવતો નથી. તેવામાં બર્નર સાફ રાખો અને પાઇપના લીકેજને ચેક કરતા રહો.
ઘણીવાર લોકો ગેસનો ઉપયોગ કર્યા બાદ રેગુલેટર બંધ કરતા નથી, જેનાથી થોડી માત્રામાં ગેસ લીક થઈ શકે છે અને સિલિન્ડર જલ્દી ખતમ થઈ જાય છે.
આ માહિતી સામાન્ય જાણકારીના આધારે આપવામાં આવી છે.