આજના સમયમાં મોબાઇલના વધુ ઉપયોગને કારણે લોકોને નાની ઉંમરમાં ચશ્મા આવી જાય છે.
જો એક વખત ચશ્મા આવી જાય તો આંખના નંબર ઉતારવાની સંભાવના ઓછી રહે છે.
આજે અમે તમને આચાર્ય બાલકૃષ્ણ દ્વારા જણાવેલી આયુર્વેદિક ટિપ્સ વિશે જણાવીશું.
આચાર્ય બાલકૃષ્ણ પ્રમાણે અખરોટનું સેવન કરવાથી આંખની રોશનીને ખૂબ ફાયદો થાય છે.
આ સિવાય અખરોટમાં વિટામિન ઈ હોય છે, જે આંખની રોશનીને જાળવી રાખવામાં મદદ કરે છે.
અખરોટ ખાવાથી શરીરમાં નસો મજબૂત થાય છે, જેનાથી તમારૂ શરીર પણ મજબૂત બને છે.
આંખની સાથે તે વાળ અને યાદ શક્તિને મજબૂત બનાવવામાં મદદ કરે છે.
અખરોટમાં જોવા મળતું મેગ્નિશીયમ પણ હાડકાને મજબૂત કરવાનું કામ કરે છે.
આ લેખમાં આપવામાં આવેલી જાણકારીઓ પર અમે તે દાવો નથી કરી રહ્યાં કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. વધુ જાણકારી માટે તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ લઈ શકો છો.