Anger Management: ક્રોધને 5 મિનિટમાં શાંત કરવા ફોલો કરો આ ટ્રીક્સ

ગુસ્સો

ગુસ્સો આવવો એક નોર્મલ ફીલિંગ છે પરંતુ કેટલાક લોકો નાની નાની વાતમાં પણ ગુસ્સે થઈ જાય છે.

ક્રોધને કંટ્રોલ કરવાની રીત

ક્રોધ એવું ઝેર છે જે આપણને જ નુકસાન કરે છે. ક્રોધને કંટ્રોલ કરવાની રીત આજે તમને જણાવીએ.

લખો

જ્યારે પણ હદ કરતાં વધારે ક્રોધ આવે તો લખવાની શરૂઆત કરી દો મનમાં જે વાત હોય તેને લખી દેવાથી ગુસ્સો કંટ્રોલ થઈ જાય છે.

ગીત સાંભળો

જ્યારે પણ મૂડ ખરાબ થતો હોય તેવું લાગે તો પોતાની પસંદના ગીત સાંભળવા લાગો તેનાથી ક્રોધ કંટ્રોલ થશે.

ઊંડા શ્વાસ લેવા

મગજને શાંત રાખવા માટે અને ધ્યાન હટાવવા માટે ઊંડા શ્વાસ લેવાનો અને છોડવાનું રાખો તેનાથી ગુસ્સો ઘણી હદે ઘટી જશે.

ઉંધી ગણતરી

હદ કરતા વધારે ગુસ્સો આવે તો મનને શાંત કરવા માટે ઉંધી ગણતરી શરૂ કરી દો તેનાથી 5 મિનિટમાં ગુસ્સો શાંત થઈ જશે.

વાત કરવી

જ્યારે પણ ક્રોધના કારણે મૂડ ખરાબ થઈ જાય તો ફ્રેન્ડને મળવા નીકળી જવું અથવા તો તેની સાથે વાત કરી મન હળવું કરી લેવું.

ન બોલવું

ઘણી વખત ક્રોધના કારણે ન કહેવાના શબ્દો બોલાઈ જતા હોય છે. આવી સ્થિતિ સર્જાય તો થોડીવાર એકલા રહેવું. જેથી તમારા શબ્દો બીજાને દુઃખી ન કરે.