આજના સમયમાં દરેક વ્યક્તિ હદ કરતાં વધારે વ્યસ્ત રહે છે જે તેમના માનસિક સ્વાસ્થ્યને અસર કરે છે.
વ્યક્તિની રોજની કેટલીક આદતો હોય છે જે માનસિક શાંતિને ખરાબ કરે છે.
ઓછી ઊંઘ મેન્ટલ હેલ્થને ખરાબ કરે છે. તેથી રોજ 7 થી 9 કલાકની ઊંઘ કરવી જોઈએ.
વધારે પ્રમાણમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ પણ મેન્ટલ હેલ્થને ખરાબ કરે છે.
રોજ અનહેલ્ધી વસ્તુઓ ખાવી પણ માનસિક સ્વાસ્થ્ય માટે યોગ્ય નથી.
મેન્ટલ હેલ્થને બરાબર રાખવા માટે રોજ મેડિટેશન કરવું જોઈએ.
રોજ પરિવારના લોકો અને મિત્રો સાથે થોડો સમય પસાર કરવો જોઈએ. એકલા રહેવાની આદત છોડી દેવી જોઈએ.