પિસ્તા ખાધા પછી આપણે ઘણીવાર તેની છાલને ફેંકી દઈએ છીએ, પરંતુ આ છાલ ખૂબ જ ઉપયોગી છે.
પિસ્તાની છાલને ફેંકી દેવાને બદલે, તમે તેનો ઉપયોગ ઘણી બધી રીતે કરી શકો છો.
પિસ્તાની છાલને કુંડામાં માટીની નીચે રાખવાથી પાણીનો નિકાલ સુધરે છે.
પિસ્તાની છાલ પાણીને એકઠું થવા દેતી નથી, જે છોડના મૂળને સડતા અટકાવે છે.
પિસ્તાની છાલમાં તેલ હોય છે, તેથી તે સરળતાથી આગ પકડી લે છે. તમે તેને બોનફાયક સ્ટાર્ટર તરીકે ઉપયોગ કરી શકો છો.
તમે પિસ્તાની છાલમાંથી બ્રેસલેટ, હેરપિન, નેકપીસ જેવી અનેક પ્રકારની ડેકોરેટિવ વસ્તુઓ બનાવી શકો છો.
તમે આ પીલ્સને વિવિધ રંગોથી પેઈન્ટ કરીને વધુ આકર્ષક બનાવી શકો છો.