તમે પરાઠા પર માખણ તો અનેકવાર લચપચતું જોયું હશે.
કેટલાક લોકો પીળા કે કેટલાક લોકો સફેદ માખણ ખાતા હોય છે. પરંતુ શું તમને ખબર છે કે આ બંને માખણ વચ્ચે શું અંતર છે અને કયું માખણ આપણા શરીર માટે સારું છે?
પીળા માખણને નમકીન માખણ પણ કહેવામાં આવે છે. તેને મોટાભાગે ટોસ્ટ પર કે બ્રેડમાં લગાવીને ખાવામાં આવે છે.
પીળા માખણમાં મીઠું ભેળવવાના કારણે તેની લાઈફ વધી જાય છે. ફેટ વધુ હોવાના કારણે તેનો રંગ પીળો થઈ જાય છે.
સફેદ માખણ નેચરલ હોય છે. તેને મલાઈની મદદથી કાઢવામાં આવે છે. તે પેટ માટે ખુબ ફાયદાકારક હોય છે.
પીળા માખણની સરખામણીમાં સફેદ માખણની લાઈફ ઓછી હોય છે. કારણ કે તેમાં કોઈ પણ પ્રકારનું ભેળસેળ હોતું નથી.
શરીર માટે સફેદ માખણ દરેક રીતે ફાયદાકારક હોય છે. કારણ કે તેમા કોઈ પણ પ્રકારની ટ્રાન્સફેટ હોતી નથી.
જો કે બજારમાં પીળું માખણ જ વધુ પ્રમાણમાં જોવા મળે છે. જે સફેદ માખણની સરખામણીમાં સ્વાસ્થ્ય માટે લાભકારી હોતું નથી.
પ્રિય વાંચક, અમારો આ લેખ વાંચવા બદલ તમારો આભાર. આ લેખ તમને જાગૃત કરવાના હેતુથી લખવામાં આવ્યો છે. અમે તેને લખવા માટે ઘરેલુ નુસ્ખાઓ અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. સ્વાસ્થ્ય સંબંધિત કઈ પણ તમે વાંચો તો તેને અપનાવતા પહેલા એક્સપર્ટની સલાહ ચોક્કસપણે લો.