કિચન કે બાથરૂમમાં વંદાઓના આતંકથી તમે પરેશાન થઈ ગયા છો તો આ દેશી ઉપાય અપનાવો.
તે માટે તમારે બોરિક એસિડનો પાઉડર લેવાનો છે. સાથે થોડો લોટ ગુંથી લો.
આ બોરિક એસિડના પાઉડરને લોટની સાથે મિક્સ કરી ઉપરથી ખાંડ લગાવી દો. ત્યારબાદ તેની ગોળીઓ બનાવી લો.
ખાંડથી આકર્ષિત થઈ આ વંદાઓ જરૂર લોટની ગોળીઓ ખાવા આવશે.
બોરિક એસિડ પાઉડરની ગંધ વધુ હોય છે, જે વંદાઓ સહન કરી શકતા નથી.
તેની ગંધ બાદ વંદાઓ ઘર છોડી ભાગી જશે.
આ રીતે તમે તમારા ઘરમાં વંદાઓનો આતંક ઓછો કરી શકો છો.
આ સાથે તમારે સાફ-સફાઈ પણ રાખવી જોઈએ. જેનાથી બીજીવાર વંદાઓ ન આવી શકે.