શિયાળા દરમિયાન ત્વચાની સમસ્યા વધી જતી હોય છે.
જો તમે ત્વચાની સમસ્યાથી છુટકારો મેળવવા માંગો છો તો સ્કીન કેર રૂટિનમાં એસેન્સિયલ ઓઇલનો સમાવેશ કરો.
એસેન્સીયલ ઓઇલના થોડા ટીપા માં બદામનું તેલ અથવા તો જોજોબા ઓઇલ મિક્સ કરીને ત્વચા પર લગાડી શકાય છે.
લવંડર ઓઇલ સુગંધી અને સંતુલિત ગુણ માટે જાણીતું છે. તેને લગાડવાથી સ્ટ્રેસ ઘટે છે અને ત્વચા ને ફાયદો થાય છે.
ટીટ્રી ઓઇલ એન્ટી ફંગલ અને એન્ટી બેકટેરિયલ ગુણ ધરાવે છે. તેને લગાડવાથી ત્વચા પર થતા ખીલ મટી જાય છે.
નીલગીરી તેલ ત્વચાની ઇન્ફેક્શનની સમસ્યાને દૂર કરે છે અને શિયાળામાં ફાયદો કરે છે.
આ તેલનો ઉપયોગ કરવાથી વાળનું ગ્રોથ પણ વધે છે અને શરીરમાં ફૂર્તી આવી જાય છે.
રોઝમેરી ઓઈલ સોજા અને ત્વચાના રોગ દૂર કરે છે. તેનાથી વાળને પણ ફાયદો થાય છે વાળનો ગ્રોથ ઝડપી વધે છે.