Tulsi plant: આ ટીપ્સ ફોલો કરશો તો શિયાળામાં નહીં સુકાય તુલસીનો છોડ, રહેશે લીલોછમ્મ

તુલસીનો છોડ

ઠંડીના કારણે ઘરના આંગણામાં રહેલો તુલસીનો છોડ ઝડપથી સુકાવા લાગે છે.

ટીપ્સ

તમે કેટલીક ટીપ્સ ફોલો કરીને તુલસીના છોડને સુકાતા બચાવી શકો છો.

વધારે પાણી

શિયાળામાં તુલસીમાં વધારે પાણી કે ખાતર ન નાખવું.

મૂળ સુકાવા

જો તુલસીમાં પાણી વધી જાય તો તેના મૂળ સુકાવા લાગે છે.

ખુલ્લી જગ્યા

વધારે ઠંડી હોય તો તુલસીના કુંડાને ખુલ્લી જગ્યામાં ન રાખો.

કપડાથી ઢાંકી દો

રાતના સમયે તુલસીના છોડને જાડા કપડાથી ઢાંકી દો. અને સવારે તડકામાં રાખો.

તુલસીની માટી

તુલસીની માટી બરાબર સુકાઈ જાય પછી જ તેમાં પાણી આપવું.

તુલસીમાં માંજર

તુલસીમાં માંજર આવે એટલે તેને કાપી નાખો. થોડા થોડા દિવસે કુંડાની માટી ઉપર નીચે કરી લેવી.