પેટમાં કબજીયાત થવા પર છાતીમાં બળતરા અને ખાટા ઓડકાર આવવા લાગે છે. તેને કારણે ભોજન પચાવવામાં પણ સમસ્યા થાય છે.
જો તમે પણ કબજીયાતથી પરેશાન રહો છો તો તમારા ડાયટમાં ફળોનું સેવન કરી શકો છો.
નિયમિત ખાલી પેટ પપૈયાનું સેવન કરવાથી પાચન શક્તિ મજબૂત બને છે.
વિટામિન સીથી ભરપૂર જરદાળુ પણ પાચનતંત્ર મજબૂત બનાવે છે.
ફાઇબરથી ભરપૂર કેળા એસિડિટી અને એસિડ રિફલક્સથી બચાવે છે.
કેરીનું સેવન કરવાથી પણ પાચનતંત્રમાં સુધાર થાય છે.
જામફળમાં સારી માત્રામાં ડાયટરી ફાઇબર હોય છે, જે તમને કબજીયાતથી બચાવે છે.
નિયમિત સફરજન ખાવાથી પાચન સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે.
કીવીનું સેવન પણ પાચન સંબંધિ સમસ્યાઓ દૂર કરવામાં મદદ કરે છે.