નાની ઉંમરે વાળ થવા લાગ્યા છે સફેદ? તો આ તેલનો કરો ઉપયોગ, વાળ રહેશે કાળા

લાઇફસ્ટાઇલ

અનહેલ્ધી લાઇફસ્ટાઇલ અને શરીરમાં પોષક તત્વોની કમીને કારણે વાળ સફેદ થવા લાગે છે.

ઘણા લોકોના વાળ તો 18 વર્ષ પહેલા સફેદ થવા લાગે છે. જેને છુપાવવા માટે લોકો ડાયનો સહારો લેતા હોય છે.

તેથી આજે અમે તમને તેવા હોમમેડ તેલ વિશે જણાવીશું, જેનો સપ્તાહમાં ત્રણ વખત ઉપયોગ કરવાથી તમારા વાળ કાળા રહેશે.

આ તેલ બનાવવા માટે તમારે 1 વાડકી સરસવના તેલમાં 1 ચમચી આમળા પાવડર, 1 કોફી કોફી, 2 ચમચી ભૃંગરાજ પાવડર અને 2 ચમચી હિના પાવડરની જરૂર પડશે.

એક કડાઈમાં સરસવનું તેલ નાખીને ગરમ કરો. ત્યાર બાદ તેમાં આમળા પાવડર, કોફી, ભૃંગરાજ અને મહેંદી પાવડર નાખીને 5-8 મિનિટ સુધી બધું કાળું ન થાય ત્યાં સુધી પકાવો.

જ્યારે બધું પાકી જાય, તેલ ઠંડુ થાય એટલે ગાળી લો. હવે આ તેલને અઠવાડિયામાં 3 વખત વાળમાં લગાવો.

ડિસ્ક્લેમર

આ સ્ટોરીમાં આપવામાં આવેલી સ્વાસ્થ્ય સંબંધી જાણકારી માત્ર સામાન્ય માહિતી છે. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.