વિટામીન ઈ ચેહરા માટે ખૂબ જ ગુણકારી છે. રાત્રે સુતા પહેલા તેનો ઉપયોગ કરવો જોઈએ.
વિટામિન ઈ કેપ્સુલ ચહેરા પર લગાડતા પહેલા સ્કીનને સારી રીતે ધોઈ અને સાફ કરી લેવી.
વિટામિન ઈ કેપ્સુલમાંથી બધું જ તેલ બાઉલમાં કાઢી લેવું.
વિટામીન ઈ ને ડાયરેક્ટ ત્વચા પર ન લગાવો. તેમાં કોઈ વસ્તુ મિક્સ કરીને ઉપયોગ કરવો.
જેમકે વિટામીન ઈ ની કેપ્સુલમાં નાળિયેર તેલ ઉમેરીને ઉપયોગ કરી શકાય છે.
આ મિશ્રણને રૂ અથવા તો આંગળીની મદદથી ચહેરા પર સારી રીતે લગાડો અને પછી મસાજ કરો.
મસાજ કર્યા પછી વિટામીન ઈને ચહેરા પર લગાવી અને સૂઈ જવું. સવારે હુંફાળા પાણીથી ચહેરો સાફ કરવો.