ઘરમાં ભોજન બનાવતા સમયે ઘણીવાર કુકર કે પછી ફ્રાય પેન બળી જાય છે.
કાળા ફ્રાય પેન કે કુકરને સાફ કરવું મુશ્કેલ કામ હોય છે.
જો તમારૂ વાસણ પણ બળીને કાળુ થઈ ગયું છે તો તમે આ ટિપ્સ ફોલો કરી શકો છો.
બળેલા વાસણને સાફ કરવા માટે તમે નમક અને પાણીનો ઉપયોગ કરી શકો છો.
બળેલા વાસણમાં ગરમ પાણી અને નમક નાખી 30 મિનિટ રાખી દો. ત્યારબાદ વાસણ સાફ કરો.
બેકિંગ સોડામાં પાણી નાખી પેસ્ટ બનાવી લો. હવે આ પેસ્ટથી વાસણ સાફ કરો.
કાળા વાસણને સાફ કરવા તમે વિનેગરનો ઉપયોગ કરી શકો છો. વાસણ સાફ કરવા માટે વિનેગાર લો. તેને વાસણમાં નાખી 30 મિનિટ છોડી દો ત્યારબાદ સાફ કરો.
કાળા વાસણને સાફ કરવા માટે પાઉડર અને લીંબુનો રસ લો. તેને મિક્સ કરી વાસણમાં નાખી દો. ત્યારબાદ વાસણને સાફ કરો.