જે લોકો ખીચડી જોઈને મોં બગાડતા હોય તેમને એકવાર રીંગણના આ શાક સાથે ખીચડી ખવડાવજો.
એકવાર આ શાક ખાશે પછી ઘરના લોકો વારંવાર આ વાનગી ખાવાની ડીમાંડ કરશે.
લસણીયા રીંગણ બનાવવા માટે નાના રીંગણ, લસણ, ટમેટા, ડુંગળી, મરચાં, રાઈ, હળદર પાવડર
લાલ મરચું પાવડર, ધાણાજીરું, ગરમ મસાલો, મીઠું, તેલની જરૂર પડશે.
લસણીયા રીંગણ બનાવવા માટે સૌથી પહેલા એક કઢાઈમાં તેલ ગરમ કરી તેમાં રાઈનો વઘાર કરી લસણની પેસ્ટ અને ડુંગળી સાંતળો.
ડુંગળી બ્રાઉન થઈ જાય પછી તેમાં ઝીણા સમારેલા ટમેટા અને હળદર, મરચું, ધાણાજીરું ઉમેરો.
નાના રીંગણમાં 2 ચીરા કરી ગ્રેવીમાં ઉમેરો અને સાથે મીઠું ઉમેરો. રીંગણને 10 મિનિટ ધીમા તાપે કુક થવા દો.
રીંગણ કુક થઈ જાય એટલે તેમાં ગરમ મસાલો અને લીલા ધાણા ઉમેરી ગરમાગરમ સર્વ કરો.