ગુજરાતમાં મોટાભાગની જગ્યાએ થેપલા સાથે ખાસ પ્રકારના આથેલા મરચા પીરસાય છે.
તીખા તમતમતાં મરચાંનો ખાટો સ્વાદ દાઢે વળગે એવો હોય છે. આ મરચાં બનાવવા 5 મિનિટનું કામ છે.
આ મરચાં ફિક્કા ભોજનનો સ્વાદ પણ વધારી દેશે. તેને તમે બનાવીને સ્ટોર પણ કરી શકો છો.
તેના માટે લીલા મરચા લેવા અને તેને ધોઈ અને કોરા કરી લેવા.
અથાણાનો મસાલો કરવા માટે લીંબુનો રસ, રાઈનો પાવડર, હળદર, મીઠું અને હીંગ જરૂરી છે.
લીલા મરચાના લાંબા ટુકડા કરી લેવા અને તેને એક બાઉલમાં કાઢો
ત્યારબાદ તેમાં રાઈનો પાવડર, હળદર, હીંગ અને મીઠું સારી રીતે મિક્સ કરો.
ત્યારબાદ તેમાં લીંબુનો રસ ઉમેરો. આ મરચાને સ્વાદિષ્ટ બનાવવા માટે લીંબુ થોડું ચઢીયાતું રાખવું.
મરચાને સારી રીતે હલાવી ઉપયોગમાં લેવા. આ મરચાને જો તમે 1 દિવસ રેસ્ટ આપી ઉપયોગમાં લેશો તો વધારે સ્વાદિષ્ટ લાગશે.