મેંદુ વડા બનાવવા હોય તો અડદની દાળને પલાળી, પીસી અને આથવી પડે છે.
પરંતુ તમે એકદમ ટેસ્ટી વડા અડદની દાળ વિના પણ બનાવી શકો છો.
તો ચાલો તમને જણાવીએ કે ફક્ત 30 મિનિટમાં રવામાંથી વડા કેવી રીતે બને.
રવા વડા બનાવવા માટે બારીક રવો, દહીં, ડુંગળી, આદુ, લીમડાના પાન, મીઠું, લીલા મરચાં, ધાણા અને બેકિંગ સોડાની જરૂર પડશે.
સૌથી પહેલા એક બાઉલમાં રવો લઈ તેમાં દહીં મિક્સ કરી 30 મિનિટ રેસ્ટ આપો.
ત્યારબાદ રવાના મિશ્રણાં ઝીણી સમારેલી ડુંગળી, આદુ-મરચાંની પેસ્ટ, લીમડાના પાન, લીલા ધાણા અને મીઠું મિક્સ કરો.
હવે તળવા માટે તેલ ગરમ કરો અને વડાના મિશ્રણમાં સોડા ઉમેરો.
એક પ્લાસ્ટિક પર રવાનું મિશ્રણ લઈ તેને વડાનો આકાર આપો. અને ભીના હાથ કરી વડાને તેલમાં મુકી દો.
વડાને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી ગરમાગરમ સર્વ કરો.