બદામનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.
મોટાભાગના લોકો છાલ કાઢીને પલાળેલી બદામ ખાય છે. જેનો તેઓ કચરો સમજી ફેંકી દે છે.
જો કે, બહુ ઓછા લોકો જાણતા હશે કે બદામની છાલનો ફરીથી ઉપયોગ કરી શકાય છે.
પલાળેલી બદામની છાલમાંથી ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ચટણી બનાવી શકાય છે.
તેના તમારે જરૂર પડશે- 1 કપ બદામની છાલ, 2 ચમચી ઘી અને 1 કપ અડદની દાળ અને મગફળી.
હવે આ બધી વસ્તુઓને એક પેનમાં એકસાથે લઈ સેકી લો.
હવે તેને ઠંડુ થવા દો. ત્યાર બાદ તેમાં 2-3 લીલા મરચાં, લસણ, આદુ અને લીંબુ રસ અને સ્વાદ અનુસાર મીઠું નાખી પીસી લો.
ત્યાર પછી ઘી, મીઠો લીંમડો, આખું લાલા મરચું અને રઈના દાણા નાખીને તડકો લગાવો. તો તૈયાર છે બદામની છાલની સ્વાદિષ્ટ ચટણી.
પ્રિય વાંચક, અમારો આ લેખ વાંચવા બદલ તમારો આભાર. આ લેખ તમને જાગૃત કરવાના હેતુથી લખવામાં આવ્યો છે. અમે તેને લખવા માટે ઘરેલુ નુસ્ખાઓ અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. સ્વાસ્થ્ય સંબંધિત કઈ પણ તમે વાંચો તો તેને અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ ચોક્કસપણે લો.