મેળવણ વગર પણ આ રીતે જમાવી શકો છો મીઠું અને ઘાટું મસ્ત દહીં!

ઘર પર લોકોને દહીં જમાવવામાં ભારે મુશ્કેલીઓ નડતી હોય છે. અનેકવાર દહીં ઘાટું જામતું નથી તો ક્યારેક મીઠું લાગતું નથી.

પરંતુ આજે અમે તમને એવા ઉપાયો જણાવીશું જેનાથી મેળવણ વગર તમે સારી ક્વોલિટીનું દહીં ઘરે જમાવી શકશો.

આ માટે તમારે એક વાટકીમાં હુંફાળું દૂધ લેવાનું છે અને તેમાં થોડો લીંબુનો રસ નાખો.

આ કામ કર્યા બાદ સૂતરાઉ કપડાંથી દૂધવાળા વાસણને ઢાંકીને રાખો. ઓછામાં ઓછા 12 કલા સુધી રાખ્યા બાદ તમે જોશો તો તમારું દહીં તૈયાર થયેલું જોવા મળશે.

તમે લીલા મરચાની મદદથી પણ દહીં જમાવી શકો છો. આ માટે હૂંફાળા દૂધમાં મરચાને ઉપરના ભાગ સાથે જ રાખી મૂકો.

હવે તેને કોઈ ગરમ કપડાંથી આખી રાત ઢાંકીને રાખો. સવારે તમને જોવા મળશે કે ઘાટું દહીં જામી ગયું હશે.

મેળવણની મદદથી તો દહીં જલદી જામી જતું હોય છે. પરંતુ વગર મેળવણે તમે આ રીતે પણ દહીં જમાવવાનું ટ્રાય કરી શકો છો.

Disclaimer:

અહીં અપાયેલી માહિતી જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.