કીવી સ્વાસ્થ્ય માટે ખુબ લાભકારી હોય છે. તેના સેવનથી ઘણા ફાયદા મળે છે.
આજે અમે તમને પાંચ કારણ જણાવી રહ્યાં છીએ, જેને કારણે તમારે કીવીને તમારા ડાયટમાં સામેલ કરવું જોઈએ.
આવો કીવી ખાવાના ફાયદા જાણીએ.
શિયાળામાં લોકોને વાયરલ થવાનો ખતરો વધુ રહે છે. તેવામાં કીવીમાં મળનાર વિટામિન સી ઇમ્યુનિટી વધારે છે અને બીમારીઓથી દૂર રાખે છે.
કીવીમાં ડાઇટરી ફાઇબર ભરપૂર માત્રામાં હોય છે. જે કબજીયાતને દૂર કરે છે અને પાચન શક્તિ વધારે છે.
કીવીમાં એન્ટીઓક્સીડેન્ટ્સ, પોટેશિયમ, ઓમેગા-3 ફેટી એસિડ હોય છે, જે તમારા હાર્ટ માટે ફાયદાકારક છે.
કીવીમાં વિટામિન સી હોય છે, જેના કારણે તે કોલાજન પ્રોડક્શન વધારવામાં મદદ કરે છે અને સ્કિનને હેલ્ધી રાખે છે.
રિસર્ચમાં જોવા મળ્યું કે સેરેટોનિન લેવલ હાઈ હોવાથી કીવીનું સેવન કરવાથી રાત્રે સારી ઊંઘ આવે છે.
આ વેબસ્ટોરી ડાઇટીશિયન નેહા શર્મા પાસેથી જાણકારી મેળવ્યા બાદ લખવામાં આવી છે. જો તમને કોઈ સમસ્યા હોય તો ડોક્ટરની સલાહ બાદ કીવીનું સેવન કરવું જોઈએ.