હંમેશા લોકો શાકભાજીની છાલ કચરામાં નાખી દેતા હોય છે. પરંતુ બટાકાની છાલ ખુબ કામમાં આવી શકે છે.
બટાકાની છાલમાં ભરપૂર ફાઇબર, સ્ટાર્ચ અને ઘણા ન્યૂટ્રિશનલ તત્વો હોય છે, જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે.
તમે બટાકાની છાલનો ઉપયોગ રસોડાના કામમાં પણ કરી શકો છો. આવો તેના વિશે જાણીએ.
બટાકાની છાલથી તમે કટલેરી સાફ કરી શકો છો. તે માટે એક વાટકીમાં છાલ લો.
પછી તેમાં બેકિંગ સોડા નાખી સારી રીતે મિક્સ કરો. ત્યારબા કટલેરી તેમાં 10 મિનિટ માટે છોડી દો.
બટાકાની છાલમાં મીઠું ભેળવી તેની સાથે કહારી ઘસો. આ પછી કહારીને ગરમ પાણીથી સાફ કરો અને ડીશ ધોઈ લો.
કાચની બારી પર બટાકાની છાલ ઘસો અને કાગળથી બારી સાફ કરો.