બજાર જેવા જ ક્રિસ્પી ઢોસા લોઢાની તવી પર પણ બની શકે છે.
નોનસ્ટિક તવા વિના પણ જો એકદમ મસ્ત ક્રિસ્પી ઢોસા બનાવવા હોય તો તમે આ ટીપ્સ અપનાવી શકો છો.
લોઢાના તવા પર ઢોસો ઉતારતા પહેલા તેને તેલ લગાવી ગરમ કરો પછી પાણી છાંટો અને કપડાથી તેને સાફ કરો.
તવાની પાસે જ વાટકીમાં થોડું પાણી રાખો. સ્પેચુલાને પાણીવાળી કરો ઢોસાને તવા પરથી ઉચકાવો.
ઢોસાને સૌથી પહેલા સાઈડ પરથી ધીરે ધીરે કાઢવો અને પછી અંદરની તરફ સ્પેચુલા લઈ જવો.
ઢોસાનો વચ્ચેનો ભાગ ગોલ્ડન થવા લાગે પછી જ તેને તવા પર ફેરવવો જોઈએ.
જો તમે સ્પેચુલાને પાણીવાળો કરીને ઢોસાને પલટશો તો ઢોસો તુટશે નહીં.