શિયાળામાં લોકો બાજરાના રોટલા વધારે ખાય છે. ઠંડીમાં બાજરો ખાવો ફાયદાકારક હોય છે.
પરંતુ બાજરાના રોટલા બનાવવા સરળ નથી. જો ધ્યાન રાખવામાં ન આવે તો રોટલા બરાબર બનતા નથી.
બાજરાનો લોટને જરૂર અનુસાર ગુંથવાનો હોય છે. એકવારમાં એક રોટલાનો જ લોટ બનાવવો.
લોટમાં થોડું થોડું કરીને પાણી ઉમેરવું અને બરાબર મસળીને લોટ બાંધવો જેથી રોટલા બરાબર ફુલે.
લોટ બાંધવામાં હુંફાળા ગરમ પાણીનો ઉપયોગ કરશો તો રોટલા સરળતાથી બનશે.
રોટલાનો લુઓ થોડો જાડો રાખવો. અને હળવા હાથે રોટલો બનાવવો.
રોટલાને પહેલા મધ્યમ તાપે અને બીજી તરફ ધીમા તાપે શેકવો. જેથી રોટલો બરાબર ફુલે.
રોટલાને વધારે વાર ગેસ પર ન રાખો. નહીં તો તે કડક થઈ જશે.