શિયાળામાં મુલતાની માટીમાં મિક્સ કરીને લગાવો આ 2 વસ્તુઓ, ચહેરા પર દેખાશે ગુલાબી નિખાર

શિયાળાની ઋતુમાં ખોવાયેલો રંગ અને રોઝી ગ્લોને પુનઃસ્થાપિત કરવા માટે લોકો ઘણું બધું કરે છે.

આવી સ્થિતિમાં આજે અમે તમને એવો જ એક ઘરેલું ઉપાય જણાવીશું, જેની મદદથી ચહેરા પરનો ખોવાયેલો ગ્લો પાછો મેળવી શકાય છે.

આ માટે તમારે મુલતાની માટી, ગુલાબજળ અને દહીંનો ઉપયોગ કરી શકો છો.

મુલતાની માટીમાં એન્ટિ-એજિંગ અને એન્ટિ-બેક્ટેરિયલ ગુણ હોય છે, જે ત્વચાને ટોન કરવામાં અને કરચલીઓ ઘટાડવામાં મદદ કરે છે.

દહીંમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ્સ અને લેક્ટિક એસિડ ત્વચામાંથી ફ્રીકલ અને ફાઈન લાઈન્સ ઘટાડે છે.

ગુલાબ જળ ત્વચાને હાઈડ્રેટ કરે છે અને તેને નરમ અને ચમકદાર બનાવે છે.

હવે આ 3 વસ્તુઓને મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરો અને તેને ચહેરા પર સારી રીતે લગાવો.

અઠવાડિયામાં એકવાર આ ઘરેલું ઉપાયોનો ઉપયોગ કરવાથી ચહેરો ચમકી ઉઠે છે.

Disclaimer:

પ્રિય વાંચક, અમારો આ લેખ વાંચવા બદલ તમારો આભાર. આ લેખ તમને જાગૃત કરવાના હેતુથી લખવામાં આવ્યો છે. અમે તેને લખવા માટે ઘરેલુ નુસ્ખાઓ અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. સ્વાસ્થ્ય સંબંધિત કઈ પણ તમે વાંચો તો તેને અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ ચોક્કસપણે લો.