અંબાણી-અદાણી અને ટાટાના ઘરની કિંમત છે કેટલી?

15000 કરોડ છે અંબાણીના ઘરની કિંમત

મુકેશ અંબાણીના ઘર વિશે તો દરેક કોઇ જાણે છે. તે મુંબઇના દક્ષિણમાં અલ્ટામાઉન્ટ રોડ પર સ્થિત એન્ટીલિયામાં રહે છે.

27 માળનું ઘર

અંબાણીના એન્ટિલિયા 27 માળનું ઘર છે. તેમાં તમામ લક્ઝરી સુવિધાઓ ઉપલબ્ધ છે. આ ઘરની કિંમત અંદાજે 15000 કરોડ રૂપિયા છે.

એન્ટિલિયા 400,000 ચોરસ ફૂટમાં ફેલાયેલું

મુકેશ અંબાણીની પ્રોપર્ટી એન્ટિલિયામાં 400,000 સ્ક્વેર ફીટ વિસ્તારમાં ફેલાયેલી છે. આ ઘરમાં મૂવી થિયેટર, સ્વિમિંગ પૂલ અને સ્પા સહિત તમામ લક્ઝરી સુવિધાઓ છે.

રતન ટાટાનું ઘર 14000 વર્ગ ફૂટમાં ફેલાયેલું

રતન ટાટાના ઘરની વાત કરીએ તો તે મુંબઈના કોલાબા વિસ્તારમાં સ્થિત એક આલીશાન બંગલામાં રહે છે. આ ઘરની કિંમત અંદાજે 150 કરોડ રૂપિયા આંકવામાં આવી છે. આ ઘર લગભગ 14000 સ્ક્વેર ફૂટમાં ફેલાયેલું છે.

લક્ઝરી સુવિધાઓ છે ઉપલબ્ધ

રતન ટાટાનું ઘર કમલા નેહરુ પાર્ક અને ટાટા મેન્શન તરીકે પણ ઓળખાય છે. આ ઘરમાં હેલિપેડ, સ્વિમિંગ પૂલ અને જિમ સહિતની ઘણી સુવિધાઓ પણ છે. આ સાથે રતન ટાટાના ઘરમાં હોમ થિયેટર પણ છે.

ક્યાં રહે છે ગૌતમ અદાણી

ગૌતમ અદાણીના અમદાવાદ સ્થિત 'અદાણી હાઉસ' શહેરના નવરંગપુરા વિસ્તારમાં છે. આ ઉપરાંત ગૌતમ અદાણીના દિલ્હીના લુટિયન ઝોનમાં એક બંગલો ખરીદ્યો છે. આ ઘરને અદાણી ગ્રુપે લગભગ 400 કરોડમાં ખરીદ્યો છે.

દિલ્હીમાં પણ છે અદાણીનું ઘર

મીડિયા રિપોર્ટ્સ અનુસાર અમદાવાદમાં ગૌતમ અદાણીના ઘરની કિંમત 5300 થી 7500 રૂપિયા પ્રતિ સ્ક્વેર ફૂટ છે. દિલ્હીના લુટિયન ઝોનમાં ગૌતમ અદાણીનો બંગલો 3.4 એકરમાં ફેલાયેલો છે.

ક્યાં રહે છે કુમાર મંગલમ બિરલા

કુમાર મંગલમ બિરલાનું ઘર મુંબઇના માલાબાર હિલમાં છે. તેમના ઘરનું નામ 'જટિયા હાઉસ' છે.

425 કરોડનું છે ઘર

આ ઘરની કિંમત 425 કરોડ રૂપિયાની અંદાજીત કિંમત સાથે ભારતના સૌથી મોંઘા ઘરોમાંથી એક છે. આ એક વિશાળ હવેલી છે.

જટિયા હાઉસ છે ઘરનું નામ

જટિયા હાઉસનું નિર્માણ 1920 ના દાયકામાં કરવામાં આવ્યું હતું. અને તેમાં બાગ બગીચા, સ્વિમિંગ પૂલ અને હેલીપેડ જેવી સુવિધાઓ છે.