નવરાત્રીના 9 દિવસ પહેલો આ 9 રંગના કપડાં, માતાજીની કૃપા વરસશે

નવરાત્રીના પહેલા દિવસે માતા શૈલપુત્રીની પૂજા અર્ચના થાય છે. આ દિવસે તમે સફેદ રંગના કપડાં પહેરો.

નવરાત્રીના બીજા દિવસે બ્રહ્મચરિણી માતાને સફેદ રંગના કપડાં અતિ પ્રિય છે. આથી આ દિવસે પણ તમે સફેદ રંગના કપડાં પહેરો.

નવરાત્રીના ત્રીજા દિવસે માતા ચંદ્રઘંટાની પૂજા લાલ રંગના વસ્ત્ર ધારણ કરીને કરવી જોઈએ.

નવરાત્રીના ચોથા દિવસે માતા કૂષ્માંડાની પૂજા તમારે ડાર્ક વાદળી કે પછી રિંગણીયા કલરના વસ્ત્ર પહેરીને કરવી જોઈએ.

નવરાત્રીના પાંચમા દિવસે માતા દુર્ગાના સ્કંદમાતાના સ્વરૂપની પૂજા પીળા કે સફેદ રંગના વસ્ત્રો પહેરીને કરવી જોઈએ.

નવરાત્રીના છઠ્ઠા દિવસે કાત્યાયની દેવીની ઉપાસના થાય છે. આ દિવસે ગુલાબી વસ્ત્રો પહેરી શકો છો.

નવરાત્રીના સાતમા દિવસે માતા કાલરાત્રિની પૂજા તમે કથ્થાઈ કે સિલેટિયા રંગના કપડાં પહેરીને કરી શકો છો.

નવરાત્રિના આઠમા દિવસે મહાઆઠમના દિવસે મહાગૌરીની પૂજા તમે સફેદ કે રિંગણીયા રંગના કપડાં પહેરીને કરી શકો છો.

નવરાત્રીના અંતિમ દિવસે માતા સિદ્ધરાત્રીની પૂજા લીલા રંગના વસ્ત્રો પહેરીને કરવી શુભ મનાય છે.

Disclaimer:

અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.