શિયાળામાં તડકો ખાધા પછી કાળી પડી ગઈ છે સ્કિન, તો રસોડામાં રાખેલી આ વસ્તુઓથી મિનિટોમાં દૂર કરો ટેનિંગ

શિયાળામાં તડકામાં બસેવાનું કોને ન ગમે, પરંતુ વધુ સમય તડકામાં બેસવાથી સ્કિન ટેન થવા લાગે છે.

આવી સ્થિતિમાં, સ્કિનને સાફ કરવા માટે મોંઘી પ્રોડ્ક્ટસનો ઉપયોગ કરવાને બદલે રસોડામાં રહેલી આ વસ્તુઓનો ઉપયોગ કરી શકો છો.

બટાકાનો રસ

2 ચમચી બટાકાના રસમાં 1 ચમચી ચણાનો લોટ મિક્સ કરીને લગાવો અને 20 મિનિટ પછી સાદા પાણીથી ધોઈ લો.

ટામેટાનો રસ

ટામેટા લાઈકોપીનથી ભરપૂર કુદરતી સનસ્ક્રિન છે. તેનો રસ ટેન થયેલા ભાગમાં લગાવો અને 20 મિનિટ માટે છોડી દો. તેનાથી ટેનિંગ તરત જ દૂર થઈ જશે.

હળદરની પેસ્ટ

ઠંડા દહીંના બાઉલમાં એક ચપટી હળદર મિક્સ કરો અને તેને સ્નાન કરતા પહેલા તમારી ત્વચા પર લગાવો. દરરોજ તેનો કરવાથી થોડા જ દિવસોમાં તેની અસર દેખાશે.

ચણાનો લોટ

બે ચમચી ચણાના લોટમાં અડધી ચમચી હળદર, એક ટેબલસ્પૂન ગુલાબજળ અને દૂધ નાખી બરાબર મિક્સ કરી લો. પેસ્ટને ટેન થયેલી ત્વચા પર લગાવો અને 10 મિનિટ પછી ધોઈ લો.

Disclaimer:

પ્રિય વાંચક, અમારો આ લેખ વાંચવા બદલ તમારો આભાર. આ લેખ તમને જાગૃત કરવાના હેતુથી લખવામાં આવ્યો છે. અમે તેને લખવા માટે ઘરેલુ નુસ્ખાઓ અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. સ્વાસ્થ્ય સંબંધિત કઈ પણ તમે વાંચો તો તેને અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ ચોક્કસપણે લો.