ઘણા લોકો બેડમાં પડ્યા બાદ કલાકો સુધી સૂવાનો પ્રયાસ કરે છે, તેમ છતાં ઊંઘ આવતી નથી.
જો તમે પણ આ સમસ્યાનો સામનો કરી રહ્યાં છો તો આજથી આ ટિપ્સ ફોલો કરવાનું શરૂ કરી દો. કેટલાક સપ્તાહમાં પોઝિટિવ પરિણામ મળવા લાગશે.
રાત્રે ભોજન કર્યા બાદ ગરમ પાણીથી સ્નાન કરો. ગરમ પાણીથી સ્નાન કરતા શરીર અને મગજ રિલેક્સ થાય છે અને જલ્દી ઊંઘ આવવા લાગે છે.
રાત્રે સૂવા સમયે રૂમમાં અંધારૂ કર્યાં બાદ ઊંડા શ્વાસ લો. આ એક્સરસાઇઝથી તમને જલ્દી ઊંઘ આવી જશે.
સૂવા સમયે ફોન ચલાવવાની આદત હોય તો સુધારી લો. જો સારી ઊંઘ લેવા ઈચ્છો છો તો સૂવાના 1 કલાક પહેલા ગેઝેટ્સનો ઉપયોગ બંધ કરી દો.
લેટ નાઇટ ડિનર અને કોફી/ચા પીવાની આદત તમારી ઊંઘ ખરાબ કરે છે. જો રાત્રે સારી ઊંઘ લેવી હોય તો આ આદત સુધારો.
સૂવા-જાગવાનું નિયમિત રૂટિન બનાવો. 1 સપ્તાહ સુધી સતત એક સમય પર સૂવાથી તમને સમય પર ઊંઘ આવવા લાગશે.
આ સમાચાર સામાન્ય જાણકારીની મદદથી લખવામાં આવ્યા છે. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી. તમે સ્વાસ્થ્ય નિષ્ણાંતની સલાહ લઈ શકો છો.