કેળા ખાધા બાદ લોકો તેની છાલ ફેંકી દેતા હોય છે, પરંતુ શું તમે જાણો છો કે કેળાની છાલ દાંતની પિળાશ દૂર કરી શકે છે.
હકીકતમાં કેળામાં નેચરલ બ્લીચિંગ હોય છે, જે દાંતને સાફ કરી તેની સફેદી વધારવામાં મદદ કરે છે.
સાથે કેળાની છાલમાં કેલ્શિયમ અને ફોસ્ફોરસ જેવા તત્વ હોય છે, જે દાંતને મજબૂત કરે છે.
જો તમે તેનો રેગુલર ઉપયોગ દાંત સાફ કરવા માટે કરો છો તો તમને સારૂ પરિણામ મળશે.
ચમચીની મદદથી કેળાની છાલમાંથી પલ્પ કાઢી લો અને તેને એક કટોરીમાં લઈ મીઠું મિક્સ કરો.
તેમાં લીંબુનો રસ મિક્સ કરો અને આ પેસ્ટ તૈયાર થાય તેનાથી દાંત સાફ કરો.
ધ્યાન રાખો કે આ પેસ્ટને પેઢા પર લગાવવાની નથી, ન બ્રશનો ઉપયોગ કરવાનો છે.
આ સિવાય તમે રાતના સમયે કેળાની છાલના ટુકડાથી દાંતમાં ઘસીને સાફ કરો અને કોગળા કરી લો.
પ્રિય પાઠક, અમારા આ સમાચાર વાંચવા માટે આભાર. આ સમાચાર તમને જાગરૂત કરવાના ઈરાદાથી લખવામાં આવ્યા છે. અમે તેને લખવામાં ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. તમે સ્વાસ્થ્ય સાથે જોડાયેલા કોઈ ઉપાય અજમાવતા પહેલા ડોક્ટરની સલાહ લો.