નારંગીની છાલને કચરો સમજી ફેંકતા નહીં! જાણો આ નકામી વસ્તુના અદ્ભુત ફાયદા

ધૂળ-માટી અને બદલાતા હવામાનને કારણે ત્વચા પર ડ્રાયનેસ, ખીલ અને કરચલીઓ દેખાવા લાગે છે

જો તમે પણ આ સમસ્યાઓનો સામનો કરી રહ્યા હોવ તો તમે નારંગીની છાલમાંથી ફેસ સ્ક્રબ અથવા માસ્ક બનાવી શકો છો અને તેનો ઉપયોગ કરી શકો છો

નારંગીની છાલથી બનેલા ફેસ માસ્ક અને સ્ક્રબ ત્વચાને પ્રોષણ આપે છે

તેનો ઉપયોગ કરવાથી ત્વચામાંથી ડેડ સેલ્સ સાફ થાય છે અને ત્વચા પર નવા કોષો બને છે

તો ચાલો જાણીએ કે તમે ઘરે નેચરલ નારંગીની છાલનો ફેસ પેક કેવી રીતે તૈયાર કરી શકો છો

આ માટે નારંગીની છાલ અને ગુલાબના પાન લો. આ પછી બન્નેને સારી રીતે સૂકવી લો

હવે જ્યારે તે સુકાઈ ગયા પછી સખત થઈ જાય ત્યારે તેને પીસી લો અને તેને એક બોક્સમાં રાખો

હવે અઠવાડિયામાં બે વાર મિક્સરમાં ગ્લિસરીન અને કાચું દૂધ મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરો

આ ફેસ માસ્કનો ઉપયોગ કરવાથી ચહેરા પર ઈન્સ્ટેન્ટ ગ્લો જોવા મળશે અને ચહેરામાં નિખાર આવે છે

Disclaimer

પ્રિય વાચક, અમારા સમાચાર વાંચવા બદલ આભાર. આ સમાચાર ફક્ત તમને જાગૃત કરવાના હેતુથી લખવામાં આવ્યા છે. અમે આ લખવા માટે ઘરેલું ઉપચાર અને સામાન્ય માહિતીની મદદ લીધી છે. જો તમે તમારા સ્વાસ્થ્ય સંબંધિત કંઈપણ વાંચો છો, તો તેને અપનાવતા પહેલા નિષ્ણાતની સલાહ ચોક્કસ લો