સફેદ વાળની સમસ્યાથી બચવા માટે આમળા અને મેથીનું હેર પેક ખૂબ અસરકારક છે.
કારણ કે આમળા અને મેથી દાણા વાળને પોષણ આપે છે અને સફેદ વાળ થતાં અટકાવે છે.
આ હેર પેકને બનાવવા માટે આમળા અને મેથી પાઉડરને ઓલિવ ઓયલમાં મિક્સ કરો.
આ હેર પેક આખી રાત વાળમાં લગાવી રાખી દો અને બીજા દિવસે માઇલ્ડ શેમ્પૂથી વાળ ધોઈ લો.
સપ્તાહમાં એક વખત આ હેર પેકનો ઉપયોગ કરવાથી વાળ કાળા થઈ શકે છે.
થોડા મહિના સુધી આ હેર પેકનો ઉપયોગ કરવાથી વાળમાં ચમક અને મજબૂતી આવશે.
આ પેક હેર ફોલની સમસ્યામાં ફાયદાકારક છે અને વાળને પોષણ આપે છે.
આ નેચરલ પેક વાળને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે અને સફેદ વાળની સમસ્યા ઘટાડે છે.
આ લેખ માત્ર સામાન્ય જાણકારી છે. કોઈ ઉપાય અજમાવતા પહેલા નિષ્ણાંતની સલાહ જરૂર લો. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.